Welcome To Shree Modheshvari Urfe Matangi Devasthan Sanstha, Modhera

1.jpg

Welcome To
Modheshvari Mata Temple

મોઢેશ્વરી માતાજીના અત્યારે ગુજરાતમાં ઘણા ઠેકાણે મંદિરો આવેલા. જો કે,મોઢેરામાં આવેલ મંદિર સૌથી પ્રાચીન છે કારણ કે તે મોઢેશ્વરી માતાના પ્રાગટ્ય સાથે જોડાયેલ છે. આ ભૂમિ પર જ માતાજી પ્રગટ થયેલા. મોઢેશ્વરી માતા મોઢ બ્રાહ્મણ-વૈશ્ય અને ક્ષત્રિયના કુળદેવી છે. તેમને “માતંગી માતા” પણ કહેવાય છે.

મોઢેરાની આ પવિત્ર ભૂમિમાં જગત નિર્માતા બ્રહ્માજીએ તપ કર્યું હતું. મોઢેરાનું જૂનું નામ મોહરકપુર હતું. તેની આસપાસનો વિસપાર ધર્મારણ્ય તરીકે ઓળખાતો હતો. આ વિસ્તાર સતયુગથી પોતાનું આગવું પરિવર્તન સ્વીકારતો સ્વીકારનો અસ્તિત્ત્વ ધરાવે છે. ત્રેતાયુગમાં આ સ્થળનું નામ સત્ય મંદિર હતું.

Photo Gallery

2.png

।। ૐ હી્મ કલીમ્ હું માતંગ્યે ફટ્ સ્વાહા ।।

મહેસાણાના મોઢેરામાં આવેલા માતામાતંગીના ઘણા ભક્તો દૂરથી દર્શનાથે આવે છે. તેમાં બેસતા વર્ષે ભક્તોની ખુબજ ભીડ જામે છે. જ્યારે કારતક સુદ બીજે એટલે કે ભાઇબીજના દિવસે પણ ભક્તોની ખુબ જ સંખ્યામાં દર્શનાથે આવે છે અને તે દિવસે મંદિરમાં હાથમાં કોડીયું લઇને ભક્તો દ્વારા સમુહમાં આરતી કરવામાં આવે છે. ઉપરાંત આ મંદિરમાં દેવદિવાળીના દિવસે માનો અંકુઠ ધરાઇને માતાજીની મહા આરતી કરવામાં આવે છે.


જ્યારે આ મંદિરમાં આસો સુદ નવરાત્રીએ માતાજીના પટાગણમાં ગરબા કરી હર્ષ ઉલ્લાસથી ઉત્સવ ઉજવવામાં આવે છે. ઉપરાંત નવરાત્રીમાં નવચંડી યજ્ઞ પણ કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લે છે અને પ્રસાદીનું ગ્રહણ કરે છે.

Shree Modheshvari Urfe Matangi Devasthan Sanstha, Modhera. All right reserved.

Play