Welcome To Shree Modheshvari Urfe Matangi Devasthan Sanstha, Modhera
મોઢેશ્વરી માતાજીના અત્યારે ગુજરાતમાં ઘણા ઠેકાણે મંદિરો આવેલા. જો કે,મોઢેરામાં આવેલ મંદિર સૌથી પ્રાચીન છે કારણ કે તે મોઢેશ્વરી માતાના પ્રાગટ્ય સાથે જોડાયેલ છે. આ ભૂમિ પર જ માતાજી પ્રગટ થયેલા. મોઢેશ્વરી માતા મોઢ બ્રાહ્મણ-વૈશ્ય અને ક્ષત્રિયના કુળદેવી છે. તેમને “માતંગી માતા” પણ કહેવાય છે.
મોઢેરાની આ પવિત્ર ભૂમિમાં જગત નિર્માતા બ્રહ્માજીએ તપ કર્યું હતું. મોઢેરાનું જૂનું નામ મોહરકપુર હતું. તેની આસપાસનો વિસપાર ધર્મારણ્ય તરીકે ઓળખાતો હતો. આ વિસ્તાર સતયુગથી પોતાનું આગવું પરિવર્તન સ્વીકારતો સ્વીકારનો અસ્તિત્ત્વ ધરાવે છે. ત્રેતાયુગમાં આ સ્થળનું નામ સત્ય મંદિર હતું.