Welcome To Shree Modheshvari Urfe Matangi Devasthan Sanstha, Modhera
							  
વંદુ વિનાયક વિધ્નહર, શારદ કરો સહાય, 
આનંદ'ની એ યાચના, મોઢેશ્વરી ગુણ ગવાય. 
પ્રણમુ  પાય માતંગી માતા, મોઢેશ્વરી નામ તુજ ખ્યાતા... (૧) 
માતંગી વાસ વાવ મહી કીધો, આશ્રય સર્વ મોઢોને દીધો...(૨) 
સોળ શૃંગાર સિંહારૂઢ શોભે, ભુજ અઢાર દર્શન મન લોભે...(૩) 
વંદન ચરણામૃત સુખદાઈ, આતમના ષંડ  શત્રુ હણાયે... (૪)
 
ભરતખંડ શુભ પશ્વિમ ભાગે , ધર્મારણ્ય ક્ષેત્ર તપ કાજે...  (5)
  
સાધક રક્ષક ભટ્ટારિકા કહાવે, તપસ્વી તપ તપવા અહીં આવે... (6) 
દેવ દેવી જપતપ અહીં જાપે, મા ભટ્ટારિકા તપ રક્ષણ આપે.. (7) 
 
તીરથ સરસ્વતી સુખદાઈ, પિતૃ શાંતિ અહીં પીંડથી થાયે... (8) 
મોક્ષ ધામ દેહુતી માતા, આશ્રમ કપિલ શાસ્ત્ર વિખ્યાતા... (૯)
 
મોઢેરા શુભ સ્થળ પ્રતાપી, મોઢેશ્વરી ચતુર યુગ વ્યાપી... (૧૦)
 
સૂર્ય મંદિર બકુંલાર્ક અજોડા,  વિશ્વકર્માકૃત રવિકુંડ ચૌડા... (૧૧) 
ધર્મારણ્ય ધરા અતિ પાવન, શ્રી રામાયજ્ઞે માતંગી સુહાવન... (૧૨)
 
મહાસુદ તેરસ સુખદાતા, પ્રગટ્યા માતંગીયજ્ઞે માતા... (૧૩) 
જયજયકાર જગત મહી થાયે, સુમન વરસે દેવો જય ગાયે....(૧૪) 
સૂર્યકુંડ સુભગ ફળદાતા, જીલે જળ માતંગી માતા....(૧૫)  
 
શ્રી રામસીતા યજ્ઞ આરાધે, સત્યપુરે માતંગી સાધે... (૧૬)
 
લક્ષ્મીરૂપે માતંગી માતા, પૂજન નૈવેદ્ય સર્વ સુખદાતા...(૧૭) 
વડા, લાડુ, દૂધપાક સુહાવે, નૈવેદ્ય ઘરે સીતા પ્રિય ભાવે...(૧૮) 
સમસ્ત મોઢ તણી કુળમાતા, અષ્ટસિદ્ધિ નવનિધી ફળદાતા.. (૧૯) 
 મહાસુદ તેરસ થાળ ધરાયે, મોઢ ચડતી દિન પ્રતિદિન થાયે...(૨૦)
 
અષ્ટાદશ ભુજ આશિષ આપે, સ્થાન નીજ સત્યપુરે, સ્થાપે. (૨૧)
 
સતયુગે સતપુરી કહાવે, ત્રેતાનામ મહેકપુર ભાવે...(૨૨) 
દ્વાપર યુગ મોહકપુર સોહે, મોઢેરા કલયુગ મન મોહે...(૨૩) 
ધર્મરાજશિવ તપ આરાધે, સહસ્ત્ર યર્શે શિવ દર્શન સાધે... (૨૪)
 
પ્રાગટ્યાં શિવ શુભ આશિષ આપે, સ્થાન નિજ ધર્મેશ્વર સ્થાપે... (૨૫) 
વંદે મહેશ્વર કૃપા નિધાન, એ વિશ્વનાથ કાશી સમસ્થાના...(૨૬) 
માત રાંદલ અશ્વની રૂપ લીધા, દ્વાદશ વર્ષ કઠિન તપકીધાં... (૨૭) 
સૂર્યરાણી રાંદલ સુખદાય, સૂર્યનામે સંગ્યા કહેવાયે...(૨૮) 
તપ પ્રભાવ સંજ્ઞા સુખદાયી, પતિ સૂર્યદેવ મુખ દર્શન થાયે... (૨૯) 
સંજ્ઞાએ જ્યાં તપ આરાધ્યા, સૂર્ય મંદિર રામે ત્યાં બાંધ્યા...(૩૦)
 
પ્રતિ સુદ તેરસ વ્રત તપ થાયે, મળે માન્યું યમ ભીતી જાયે...(૩૧)
 
પૂજે કન્યા મન કોડ પૂરાયે, તપથી વિધવાના દુઃખ જાયે...(૩૨) 
સેવે સધવા સર્વ સુખ થાયે, વહેમ, મદ એને કુસંપ જાયે...(૩૩) 
નમઃ માતંગી નામ મુખ આવે, ભુત પિશાચ ભય અતિ દૂર જાવે...(૩૪) 
મોડેશ્વરી તવ પૂજન પ્રભાવે, સત્ય, દયા, તપ સૌચ દિલ આવે... (૩૫) 
કષ્ટ ભંજન માતંગી માતા, બંને સર્વ ગ્રહો સુખદાતા...(૩૬) 
વિદ્યાર્થિ માતંગી જાપ જપે, વધે વિદ્યા, બુદ્ધિ ધન આપે...(૩૭) 
માતંગી યાત્રા અતિ સુખ આપે, કર્મ બંધન ભવભવના કાપે...(૩૮)
  
દલપતરામ માત ગુણ ગાયે, ઉપનામે 'આંનદ' કહેવાયે...(૩૯) 
સંવત વીસ સુડતાળીસ માંહે, માતંગી ચાલીસા આનંદ ગાયે...(૪૦) 
દોહા
શ્રી મોડેશ્વરી ચાલીસા, ભાવે રોજ ભણાય વધે વિદ્યા ,  
ધન, સુસંતતી , પદારથ ચાર પમાય